રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ.
રાજકોટમાં મીલ્કત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જયદિપસિંહ પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એસ.એચ.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પ્રકાશભાઇ મકવાણા તથા રવીભાઇ રત્નું તથા યુવરાજસિંહ જાદવ નાઓને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, એક વ્યકતિ ૮૦ ફુટ રોડ નાગરિક બેંકની પાછળ RMC કર્વાટર પાસે સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇને ઉભેલ છે. જે મોટરસાયકલ ચોરી કરેલ હોય, હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા રજીનં-GJ-03-RR-0375 સાથે મળી આવતા ઇસમ પાસે રહેલ મોટરસાયકલ આધાર પુરાવા તથા આર.સી બુક માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવી તેણે આ મોટરસાયકલ સહકાર સોસાયટીમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય, ભક્તિનગર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોય જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. BNS કલમ-૩૦૩(૨) મુજબ નિલેશભાઇ ઉર્ફે જીગો બાબુભાઇ સોનીગ્રા ઉ.૪૨ રહે-રઘુવીર સોસાયટી શેરીનં-૪ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


