પંચમહાલ જિલ્લા પંચાયતની બાકી રહેલી 2 સમિતિઓના ચેરમેનની વરણી સાથે જ તમામ 8 સમિતિઓના ચેરમેન પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લે બાકી રહેલી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે 12 પાસ કુસુમ અશ્વિન સોલંકી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજેશ નારણ પરમારની પસંદગી કરવામાં આવી છે. તમામ સમિતિઓની સત્તાવાર વરણી પૂર્ણ થતાં ભાજપ જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ તમામ નવનિયુક્ત ચેરમેનોને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

