Gujarat

ઉપરવાસમાં વરસાદ ના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસપાટી ૧૨૭.૫૦ મીટરે પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ૧૬,૩૩૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને ૧૨૭.૫૦ મીટર પર પહોંચી છે. રાજ્યના ખેડૂતો, પીવાના પાણીની યોજનાઓ તેમજ વીજ ઉત્પાદન માટે આ સ્થિતિ લાભદાયી માનવામાં આવી રહી છે.

પાણીની આવકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસ ના તમામ પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેમમાં ઉપલબ્ધ જળસંગ્રહના આધારે વીજ ઉત્પાદનની કામગીરી પણ નિયમિત રીતે ચાલી રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. આગામી દિવસોમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહે તો ડેમની સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના ખેડૂતો, પીવાના પાણીની યોજનાઓ તેમજ વીજ ઉત્પાદન માટે આ સ્થિતિ લાભદાયી માનવામાં આવી રહી છે.