Gujarat

જામનગરમાં પ્રાચીન સિક્કા પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયા

જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન અને વિદ્વાનોના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, રાજકોટ દ્વારા પ્રિન્સિપાલ ડો. પી. વી. બાણગોરીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. કલ્પાબેન માણેકે પ્રાચીન સિક્કાઓનું વર્તમાન મહત્ત્વ અને ઇતિહાસ વિષયમાં સંશોધન અંગે માહિતી આપી હતી.

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રો. ડો. અંબાદાનભાઈ રોહડિયાએ ચારણી સાહિત્યની સમૃદ્ધિ અને તેના ઇતિહાસ વિશે વક્તવ્ય આપ્યું હતું. પ્રો. ડો. જે.એચ. સારડાએ પણ ઇતિહાસ વિષયના અધ્યયનના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુષીબા જાડેજા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું.