બાવળા તાલુકાના રજોડા ગામ નજીક આવેલી કેનાલમાંથી 11 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ફેઝાન તરીકે થઈ છે. પોલીસે મૃત્યુ કયા સંજોગોમાં થયું છે અને તે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર થયું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

