પાદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને પાતળીયા હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. આ સતત વરસાદને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. જો વરસાદની ગતિ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

