ચલાલા શહેરમાં આજે વહેલી સવારથી પડેલા વરસાદના કારણે ખાંભા–સાવરકુંડલા રોડ પર નિલેશભાઈ પાવભાજીવાલાની દુકાન પાસે એક મોટો લીમડો રસ્તા પર ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે અવરોધિત થયો હતો.[=\
ઘટનાની જાણ થતાં જ ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા અને કારોબારી ચેરમેન ભરતભાઈ સોલંકીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાનું જેસીબી સ્થળ પર મોકલીને રોડ પરથી લીમડો ઝડપથી દૂર કરવામાં આવ્યો.

આ ઝડપી કામગીરીના પરિણામે ટૂંકા સમયમાં વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત્ શરૂ થઈ ગયો હતો. નગરપાલિકાની સમયસરની કાર્યવાહીને કારણે સંભવિત અકસ્માતો ટળ્યા અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને મોટી રાહત મળી.
સ્થાનિક નાગરિકોએ પ્રમુખ જયરાજભાઈ વાળા, કારોબારી ચેરમેન ભરતભાઈ સોલંકી અને નગરપાલિકાની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી પ્રશંસા વ્યક્ત કરી હતી.

