ગુજરાતમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગુજરાત પોલીસની સાવરકુંડલા ટાઉન પોલીસને અકસ્માત નડ્યો છે. આરોપીઓને જેલમાં મૂકીને પરત ફરી રહેલી પોલીસ ટીમની ગાડી અકસ્માતનો ભોગ બનતાં ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માત અંગે મીડિયા સુત્ર્પ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલ ખાતે બે આરોપીઓને સુરક્ષિત રીતે મૂકીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ નજીકથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અચાનક સિમેન્ટના ગર્ડરને બચાવવા જતાં વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે સરકારી બોલેરો ગાડી રોડની સાઇડમાં આવેલા લોખંડના રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાવરકુંડલા ટાઉન પોલીસ મથકની સરકારી બોલેરો ગાડીને ગંભીર અકસ્માત નડ્યો છે. આરોપીઓને જેલમાં મૂકીને પરત ફરી રહેલી પોલીસ ટીમની ગાડી અકસ્માતનો ભોગ બનતાં ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલ ખાતે બે આરોપીઓને સુરક્ષિત રીતે મૂકીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ નજીકથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અચાનક સિમેન્ટના ગર્ડરને બચાવવા જતાં વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે સરકારી બોલેરો ગાડી રોડની સાઇડમાં આવેલા લોખંડના રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

