લાલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી લાલપુર તાલુકા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ દીપોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ લાલપુર સ્થિત પકટેશ્વર મહાદેવ મંદિરમાં મહંત મહેશ મુનિ બાપુના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલન, પુષ્પાંજલિ અને ગુરુવંદના કરવામાં આવી હતી. સંત ગુરુ રવિદાસ મહારાજના જીવનચરિત્ર, સમરસતા, સમાનતા અને માનવસેવાના સંદેશ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. ઉપસ્થિત સૌએ પકટેશ્વર મહાદેવની આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચાવડા હીરજીભાઈ, અરશીભાઈ કરગીયા, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, તાલુકા ભાજપ મહામંત્રી રવિન્દ્રસિંહ કચવા, હિટલરભાઈ રોકડ, લાલપુર સરપંચ જયેશભાઈ તેરૈયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ તથા જામજોધપુર તાલુકા પ્રભારી ભરતભાઈ અકબરી, માર્કેટ યાર્ડ ડાયરેક્ટર તુષારભાઈ માકડિયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પ્રવિણભાઈ ખરા, કારોબારી સભ્ય મહેશભાઈ ગોહિલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમિલાબેન મકવાણા, રમેશભાઈ ગમારા સહિત ભાજપના વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

