Gujarat

કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને શાળાઓ સહિત 36 જાહેર સ્થળોની ચકાસણી

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મનપાની ટીમો દ્વારા શહેરના તમામ વિસ્તારોને આવરી લઈને મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સઘન અભિયાન અંતર્ગત ગત અઠવાડિયામાં મનપાની કુલ 286 ફિલ્ડ ટીમ અને 54 સુપરવાઈઝરો દ્વારા 1,36,075 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી, જેના દ્વારા 4,74,777 ની વસ્તીને આવરી લેવામાં આવી છે.

સર્વે દરમિયાન કુલ 526 ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા, આરોગ્ય ટીમ દ્વારા કુલ 4,37,234 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 625 પાત્રોમાં પોરા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘરની અંદર કુલ 1,169 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો., ઘરની બહાર કુલ 1,170 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો., ઘરની બહારના કુલ 258 સ્થળોને ઓઇલ દ્વારા ટ્રીટ કરવામાં આવ્યા હતા.

સર્વે કામગીરી દરમિયાન મેલેરિયા અટકાયતના ભાગરૂપે કુલ 1,717 શંકાસ્પદ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામનું પરિક્ષણ કરતા રાહતની વાત એ રહી છે કે એક પણ કેસ પોઝીટીવ જણાયો નથી. વધુમાં, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, શાળાઓ અને આંગણવાડીઓ સહિત કુલ 36 જાહેર સ્થળોની મુલાકાત લેવાઈ હતી, જેમાંથી એક સ્થળે પોરા મળી આવતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી.