ગીરસોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ-2026’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત, ઈણાજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ 1થી 8 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાલિકા પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ શારદાબેને જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે નારીશક્તિ એક મજબૂત સ્તંભ છે. તેમણે શિક્ષણથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવી હતી અને પ્રેરણાદાયી કામગીરી કરનાર મહિલાઓનું સન્માન સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત હોવાનું ઉમેર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતના ઉપસરપંચ દ્વારા બાલિકા પંચાયતની કામગીરી, પંચાયતી રાજ વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત યુવતીઓ સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો અને વિચારોને પણ સાંભળવામાં આવ્યા હતા.
ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે બાલિકા પંચાયતના સભ્યો અને અન્ય મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય નેતૃત્વની ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત બાલિકા પંચાયતના પ્રતિનિધિઓને મોમેન્ટો અર્પણ કરાયા હતા. આ ઉપરાંત, સામાજિક અને જાહેર સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ જિલ્લા સેવા સદન કેમ્પસ ખાતે મહાનુભાવો અને પૂર્ણા યોજના હેઠળ કાર્યરત બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સભ્યોની ઉપસ્થિતિમાં

