Gujarat

ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ ખાતે “સાયબર છેતરપિંડીનો સામનો: આંતર-એજન્સી સંકલન વધારવું અને સજા દરમાં સુધારો કરવો” વિષય પર પરિષદ યોજાઈ

ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા ના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ર્ડ્ઢ્) એ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ સાથે મળીને આજે ગુજરાત પોલીસ એકેડેમી ખાતે “સાયબર છેતરપિંડીનો સામનો: આંતર-એજન્સી સંકલન અને દોષિત ઠેરવવાના દરમાં સુધારો” વિષય પર એક દિવસીય પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં ગુજરાત પોલીસ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય હિસ્સેદારોના વરિષ્ઠ અધિકારીઓને સાયબર છેતરપિંડી સામે રાષ્ટ્રીય પ્રતિભાવને મજબૂત બનાવવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પર ભેગા કરવામાં આવ્યા હતા.

ઉદ્ઘાટન સત્રની શરૂઆત શ્રી આશિષ ઠાકર, એડિશનલ ડિરેક્ટર જનરલ ટેલિકોમ, ગુજરાત ન્જીછ, ર્ડ્ઢ્ દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ, જેમણે ભાર મૂક્યો કે સાયબર છેતરપિંડીનો સામનો કોઈ એક સંસ્થા દ્વારા કરી શકાતો નથી અને ટેલિકોમ નિયમનકારો, કાયદા અમલીકરણ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ટેકનોલોજી ભાગીદારો વચ્ચે વાસ્તવિક સમયના સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સુરક્ષિત ડિજિટલ પદ્ધતિઓ, શંકાસ્પદ છેતરપિંડીપૂર્ણ સંચારની જાણ કરવા અને ર્ડ્ઢ્ ના નાગરિક-કેન્દ્રિત પ્લેટફોર્મ જેવા કે ઝ્રઈૈંઇ, ્છહ્લર્ઝ્રંઁ અને ચક્ષુ (ઝ્રરટ્ઠાજરે) ના ઉપયોગ વિશે નાગરિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે મંચ પરના મહાનુભાવો દ્વારા આ પ્રસંગે ગુજરાતીમાં સંચાર સાથી જાગૃતિ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રવચન આપતાં શ્રી આનંદ ખરે, ડાયરેક્ટર જનરલ ટેલિકોમ (ડ્ઢય્) એ હાઇલાઇટ કર્યું કે ભારતના ઝડપી ડિજિટલ પરિવર્તને મોબાઇલ કનેક્ટિવિટી અને ડિજિટલ ચૂકવણીની પહોંચનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે, પરંતુ સાથે સાયબર ગુનેગારો માટે નવા માર્ગો પણ ખોલ્યા છે. તેમણે માહિતી આપી હતી કે સંચાર સાથી પોર્ટલ અને મોબાઇલ એપ, ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (ડ્ઢૈંઁ), મોબાઇલ નંબર રિવોકેશન લિસ્ટ (સ્દ્ગઇન્), ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર (હ્લઇૈં), નો યોર મોબાઇલ (દ્ભરૂસ્) અને અન્ય એનાલિટિક્સ-આધારિત હસ્તક્ષેપો જેવી પહેલો દ્વારા ર્ડ્ઢ્ અને તેના ક્ષેત્રીય એકમોએ છેતરપિંડીપૂર્ણ ટેલિકોમ સંસાધનોને બ્લોક કરવા, મોટા પાયે નાણાકીય છેતરપિંડી અટકાવવા અને બેંકો અને કાયદો અમલી બનાવતી એજન્સીઓના સંકલનમાં સંગઠિત સાયબર-ગુના નેટવર્ક્સને નાબૂદ કરવા માટે સક્ષમ બનાવ્યું છે.

તેમના સંસ્થાકીય વક્તવ્યમાં, ડૉ. નીરજા ગોટરૂ રાવ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ), ગુજરાત પોલીસે અવલોકન કર્યું કે એક અબજથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે, દેશ બેંકિંગ ખાતાઓ, મોબાઇલ ફોન અને ઇમેઇલમાંથી ઉદ્ભવતા અત્યાધુનિક સાયબર ફ્રોડ સામે વધુને વધુ ખુલ્લો પડી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂની માળખાં વિકસિત થઈ રહ્યા છે, પરંતુ મુખ્ય પડકાર એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન અને સમયસર માહિતીના વિનિમયમાં રહેલો છે.

શ્રી અજય પટેલ, નિયામક, મ્ૈંજીછય્-દ્ગ દ્વારા એક વિશેષ તકનીકી સંબોધન આપવામાં આવ્યું હતું, જેમણે દર્શાવ્યું હતું કે કેવી રીતે જીઓ-એઆઈ (ય્ર્ી-છૈં) એનાલિટિક્સ, ઁસ્ ગતિ-શક્તિ જેવા પ્લેટફોર્મ સાથે ટેલિકોમ લોકેશન ડેટાનું સંકલન અને ફ્રોડ નોલેજ ગ્રાફનો વિકાસ મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરવા, અસામાન્ય ટ્રાન્ઝેક્શન પેટર્નની ચકાસણી કરવા અને સુરક્ષિત સ્ત્રોત (છઁૈંજ) દ્વારા પોલીસ અને નાણાકીય સંસ્થાઓને ઉપયોગી ઇન્ટેલિજન્સ પૂરી પાડવામાં મદદ કરી શકે છે.

પરિષદ દરમિયાન બે વિષયગત પેનલ ચર્ચા યોજાઈ હતી. “સાયબર ફ્રોડ અટકાવવું: ભારતની પ્રથમ સંરક્ષણ હરોળનું નિર્માણ” વિષય પરની પ્રથમ પેનલે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, ટેલિકોમ-સક્ષમ સુરક્ષા ઉપાયો, સક્રિય ફ્રોડ-રિસ્ક નાબૂદી અને નાગરિક જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત પોલીસ, ઇમ્ૈં, એરટેલ અને વોડાફોન આઇડિયાના નિષ્ણાતોએ શંકાસ્પદ વપરાશ પેટર્નની ચકાસણી, સ્પેમ-કોલ એનાલિટિક્સ, બલ્ક જીસ્જી ચેનલોનો દુરુપયોગ, સરહદ પારથી ચાલતા કૌભાંડ કાર્યો અને ઉચ્ચ જાેખમ ધરાવતા વ્યવહારો અને નેટવર્ક્સને ચિહ્નિત કરવા માટે છૈં/સ્ન્-આધારિત પ્લેટફોર્મ તૈનાત કરવા પરના તેમના ઓપરેશનલ અનુભવો શેર કર્યા હતા.

“સાયબર ફ્રોડ સામે પ્રતિભાવ: ઇન્ટેલિજન્સ, નાણાકીય હસ્તક્ષેપ અને દોષસિદ્ધિના દરમાં સુધારો કરવો” વિષય પરની બીજી પેનલે ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદો મળવાથી લઈને, શંકાસ્પદ બેંક ખાતાઓને ઝડપથી ફ્રીઝ કરવા, ૈંઁડ્ઢઇ અને ટ્રાન્ઝેક્શન ડેટાનું માનકીકરણ અને સમયસર વિનિમય, ડિજિટલ ફોરેન્સિક્સનો ઉપયોગ અને પ્રોસિક્યુશનમાં મજબૂત કાનૂની વ્યૂહરચનાઓ સુધીની સંપૂર્ણ પ્રતિભાવ પ્રક્રિયાને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. ર્ડ્ઢ્, ય્દ્ગન્ેં, દ્ગહ્લજીેં અને ૈં૪ઝ્રના પેનલિયસ્ટોએ સામાન્ય સંચાલન પ્રક્રિયાઓ (ર્જીંઁજ), સંયુક્ત તાલીમો અને સાયબર ફ્રોડના બદલાતા પ્રકારો અનુસાર તપાસ પદ્ધતિઓના સતત અપડેટિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પરિષદમાં સાયબર-સક્ષમ નાણાકીય છેતરપિંડીઓ સામે સંકલિત કાર્યવાહીની મુખ્ય સિદ્ધિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં નાગરિકોના પ્રતિસાદ અને એનાલિટિક્સના આધારે છેતરપિંડીપૂર્ણ જીૈંસ્જ અને મોબાઇલ નંબરોનું મોટા પાયે ડિસકનેક્શન; સાયબર ગુનામાં સંકળાયેલા ૈંસ્ઈૈંજ ને બ્લોક કરવા; ફિશિંગ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય એકમો અને જીસ્જી હેડર્સને બ્લેકલિસ્ટ કરવા; કૌભાંડોમાં વપરાતા કમ્યુનિકેશન એકાઉન્ટ્સ દૂર કરવા; અને હ્લઇૈં-આધારિત એલર્ટ્સ તથા બેંકો દ્વારા હાથ ધરાયેલા મજબૂત ચકાસણી પગલાં દ્વારા મોટા પાયે સંભવિત નાણાકીય નુકસાન અટકાવવાનો સમાવેશ થાય છે.

સમાપન સત્રમાં, ર્ડ્ઢ્ ગુજરાત ન્જીછ અને ગુજરાત પોલીસ અકાદમીના પ્રતિનિધિઓએ મુખ્ય ભલામણોનો સારાંશ આપ્યો હતો, જેમાં નિયમિત અંતર-એજન્સી સંકલન પ્રણાલીનું સંસ્થાકીયકરણ, ડ્ઢૈંઁ અને હ્લઇૈં જેવા પ્લેટફોર્મ પર હિતધારકોનું વ્યાપક ઓનબોર્ડિંગ, સામાન્ય તકનીકી ધોરણો અને ફોર્મેટ અપનાવવા, અને પ્રાદેશિક ભાષાઓમાં નાગરિક જાગૃતિ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમનું સમાપન શ્રી ડી. એસ. કછવાહા, ડ્ઢડ્ઢય્ (સુરક્ષા), ગુજરાત ન્જીછ, ર્ડ્ઢ્ દ્વારા આભારવિધિ સાથે થયું હતું, જેમણે ગુજરાત પોલીસ અકાદમી, તમામ મહાનુભાવો, વક્તાઓ, પેનલિસ્ટ અને સહભાગીઓનો તેમના સક્રિય યોગદાન બદલ આભાર માન્યો હતો અને નાગરિકો માટે સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટે તમામ હિતધારકો સાથે નજીકથી કામ કરવાની ર્ડ્ઢ્ ની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.