Gujarat

ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો, 54,600ના મુદ્દામાલ સાથે અટકાયત

ભેસાણ પરબ રોડ પર પટેલ ગેરેજમાં તસ્કરોએ રાત્રીના સમયે પ્રવેશ કરી, દરવાજો તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો ગેરેજમાંથી એક લેપટોપ, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂ. 40,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં કરવામાં આવ્યો હતો.

બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુનાની કબૂલાત કરી ભેંસાણ પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોરીનો મુદ્દામાલ ધરાવતા અમુક શંકાસ્પદ ઇસમો પરબધામ ખાતે આંટાફેરા કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી પરબધામ પાસેથી બે ઇસમોને પકડી પાડ્યા હતા.

પોલીસે પકડાયેલા બંને ઇસમોની અંગજડતી લેતા તેમની પાસેથી વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી આવ્યા હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુન્હામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં, ચોરીમાં ગયેલ લેપટોપ તેમણે પરબધામ બાજુ ઝાડી-ઝાંખરામાં સંતાડેલું હોવાનું જણાવતા, પોલીસે આરોપીઓને સાથે રાખીને સંતાડેલું લેપટોપ પણ કબજે કર્યું હતું.