Gujarat

આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત

શહેરના વ્યસ્ત ગણાતા ચિખોદરા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસના ચાલકે આગળ જઈ રહેલા એક મોપેડ સવારને જાેરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડ ચાલક રોડ પર પટકાતા જ બસના વ્હીલ નીચે આવી ગયો હતો.

માર્ગ અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવારનું માથું એસટી બસના પાછળના ટાયર નીચે આવી ગયું હતું. બસનું વ્હીલ ફરી વળતા યુવકની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું ભેજું રોડ પર વહેતું થઈ ગયું હતું. આ અત્યંત દર્દનાક દ્રશ્ય જાેઈને બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના કાળજા કંપાઈ ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ અને મૃતક પાસે રહેલા આધાર-પુરાવાઓ પરથી તેની ઓળખ આણંદ નજીક આવેલા વઘાસી ગામના રહીશ તીર્થ પટેલ તરીકે થઈ છે. આશપદ યુવકના અચાનક કરુણ મોત સમાચાર વઘાસી ગામમાં પહોંચતા જ પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત સર્જાયા બાદ એસટી બસનો ચાલક બનાવની ગંભીરતા જાેઈને કાયદાના ડરથી બસને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ચિખોદરા ઓવરબ્રિજ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આણંદ રૂરલ પોલીસે ઘટનાસ્થળેથી એસટી બસ અને મોપેડ કબજે લીધા છે. પોલીસે ફરાર એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે આસપાસના ઝ્રઝ્ર્ફ ફૂટેજ મેળવવાની તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી છે.