લાલપુર સ્થિત ભાગ્યોદય વિદ્યાલયમાં 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ વિષયક વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તેમણે ગીતો, નૃત્યો અને નાટકો દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પરિશ્રમ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ દુદાભાઈ ભાટિયા, ટ્રસ્ટીઓ નારણભાઈ ડાંગર, ભીમસીભાઈ રાવલીયા, દિલીપભાઈ કનારા અને કરશનભાઈ વરૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રજૂઆતોને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

