Gujarat

અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું

અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (મેડીસીટી કેમ્પસ)ના અસ્મિતા ભવન ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ ગૌરવપૂર્વક ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ તકે અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાની સફળતા પેશન (ઉત્સાહ), ડેડિકેશન (સમર્પણ) અને ટીમવર્કના યોગ્ય સમન્વય પર ર્નિભર કરે છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં દર્દીઓની સેવા માટે સમર્પણભાવ અને નવતર પહેલ અત્યંત જરૂરી છે. સકારાત્મક પરિવર્તનને સ્વીકારીને આગળ વધવાની માનસિકતા જ સંસ્થાને પ્રગતિના નવા શિખરો પર લઈ જાય છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જાેશીએ સ્વાગત પ્રવચન આપતા હોસ્પિટલની વાર્ષિક કામગીરી, ઓપીડી, ઇન્ડોર સારવાર તેમજ અંગદાન ક્ષેત્રે થયેલી સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ દર્દીઓ માટે આશા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આથી, દરેક આરોગ્યકર્મીએ સારવાર અર્થે આવતા પ્રત્યેક દર્દી પ્રત્યે અત્યંત સંવેદનશીલતા, સહાનુભૂતિ અને માનવતાપૂર્વક વર્તવું જાેઈએ.

કાર્યક્રમની શરૂઆતમાં બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક હૃદયસ્પર્શી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જેવી કટોકટી કે ગંભીર ઈમરજન્સીની સ્થિતિમાં તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાના પરિવાર કે આરામની પરવા કર્યા વિના સતત ૨૪થી ૩૬ કલાક સુધી જે નિષ્ઠાપૂર્વક સેવા આપે છે, તેનું તાદૃશ ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, વિદેશ ગમનની આંધળી દોટ છોડી દેશની માટીમાં રહીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો ભાવનાત્મક સંદેશ પણ નાટક દ્વારા આપવામાં આવ્યો હતો, જેને જાેઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા.

આ વર્ષે પણ મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ઓપરેશન સિંદૂર’ અને આપત્તિના સમયે મોટી સંખ્યામાં રક્તદાન કરવા બદલ જુનિયર ડોક્ટર એસોસિએશનના તબીબોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીની સારવાર દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ, વર્ગ-૪ અને સુરક્ષા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વર્ષો સુધી અમૂલ્ય યોગદાન આપી નિવૃત્ત થઈ રહેલા વરિષ્ઠ તબીબી શિક્ષકોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે તબીબી શિક્ષણ અને સંશોધનના અધિક નિયામક ડો. જયેશ સચદે, બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. મીનાક્ષી પરીખ, વિવિધ હોસ્પિટલોના ડાયરેક્ટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જનરલ સાથે વાત કરી જેઓ પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે છે.”