Gujarat

રાજકોટમાં દેશીદારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટમાં દેશીદારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં પ્રોહીબીશન/જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે ઇસમો પાસેથી દેશીદારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) ઠાકરશી પરસોતમભાઇ ભોજવીયા રહે.ઉમીયાધાર મામા સાહેબના ખીજડાની સામે જામનગર રોડ રાજકોટ (2) વિજયભાઇ જીવરાજભાઇ પરેસા રહે.લાલપુર શેરીનં.૨ તા.ધ્રોલ જી.જામનગર. એકટીવા મોટરસાયકલ રજી.નં.GJ-03-LS-6911 કિ.40,000 દેશી દારૂ 240 લીટર કિ.48,000 કુલ.કિ.88,000 નો પ્રોહી કલમ-65ઇ, 98(2), 81 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260818-WA0021.jpg