જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો હતો. આ દરમિયાન વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની અમલવારી, શાળાકીય કામગીરી અને અન્ય જરૂરી શૈક્ષણિક મુદ્દાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય મળી રહે તે માટે અસરકારક આયોજન સાથે કામગીરી આગળ વધારવા અંગે ચર્ચા અને માર્ગદર્શન અપાયું હતું.

