ભાવનગર શહેર અને જિલ્લામાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભરત નગર વિસ્તારમાંથી પાંચ ઈસમો જુગાર રમતા ઝડપી લીધા હતા
આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરતનગર ગાયત્રીનગર વિસ્તારમાં તપાસ અર્થે ફરતા સમયે સમર્પણ સોસાયટી ચોકમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું, પોલીસે તાત્કાલિક ત્યા પહોંચી સ્થળને કોર્ડન કરી પંચોની હાજરીમાં રેડ કરી હતી,
આ કાર્યવાહી દરમિયાન તીનપતીનો હારજીતનો જુગાર રમતા શંકર લક્ષ્મણભાઇ ગીદવાણી ઉ.વ.60, રહે. દેવ એન્કલેવ, ઘોઘાજકાતનાકા, પ્રીયાંક જગદિશભાઈ મુળરાજાણી ઉ.વ.35, રહે. સમર્પણ સોસાયટી, ગાયત્રીનગર, વિજય મેધરાજભાઈ રાજાણી ઉ.વ.27, રહે. તખ્તેશ્વર રેસીડન્સી, દિલીપ નારણભાઇ રામનાણી ઉ.વ.43, રહે. શીવરંજની સોસાયટી તથા ગૌતમ નારણભાઈ ગીદવાણી ઉ.વ.૩૬, રહે. દેવ એન્કલેવ, ઘોઘાજકાતનાકા તમામ 5 શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી જુગાર રમવાના ગંજીપત્તાના પાના તેમજ રોકડા રૂ.23,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી….

