રાજકોટ મધ્યસ્થ જેલના જામીન મેળવી ફરાર થયેલ પેરોલ જમ્પ કેદીને અંજાર-ભુજ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે પાકા કામના ફરાર કેદીને ભવાનીપુર ગામ તા.અંજાર જી.કચ્છ-ભુજ ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામા આવેલ છે. રણછોડભાઇ ઉર્ફે ભરતભાઇ દાનાભાઇ નાયક ઉ.૫૦ રહે.ભવાનીપુર તા.અંજાર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


