International

દુનિયાનું એક એવું ચર્ચ જે ૩૦ ફૂટ ઊંચા ખડક પર છે

જ્યોજિર્યા
જ્યોર્જિયામાં સ્થિત કાત્શ્કી પિલર ખૂબ પ્રખ્યાત છે. આ ૧૩૦ ફૂટ ઉંચો થાંભલાના આકારનો ખડક છે, જેના પર વર્ષો જૂનું એક ચર્ચ બનેલું છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે કોઈને ખબર નથી કે આખરે સ્તંભ જેવા દેખાતા ખડકની ટોચ પર ચર્ચ કેવી રીતે બાંધવામાં આવ્યું હતું. ચૂનાના પથ્થરથી બનેલો આ ખડક ખૂબ જ મજબૂત છે અને નિષ્ણાતોનું માનવું છે કે આ ચર્ચ ૧૦-૨૦ વર્ષ જૂનું નથી, પરંતુ ૧૨૦૦ વર્ષ છે. તે સ્તંભ જેવા ખડકને પિલર ઓફ લાઈફ કહેવામાં આવે છે. વર્ષ ૧૯૪૪માં, એલેક્ઝાન્ડર જેપરિડ્‌ઝ નામનો પર્વતારોહક અને તેની ટીમ પ્રથમ વખત આ ખડક પર ચઢી હતી. ત્યારે તેઓને બે ચર્ચ મળ્યા જે ખંડેર બની ગયા હતા. તેમનું અનુમાન હતું કે તે ચર્ચો પાંચમી કે છઠ્ઠી સદીના છે. એવું માનવામાં આવે છે કે તે સમયના સાધુ-સન્યાસી દુનિયાથી દૂર ભગવાનની શોધમાં નીકળી જતા હતા. તો કદાચ આ ચર્ચમાં આવા જ કોઈ પાદરી રહેતા હશે. પરંતુ તાજેતરમાં કેટલાક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ચર્ચ ૯મી કે ૧૦મી સદીનું છે. ૧૯૯૦ના દાયકામાં ચર્ચના ખંડેરનું પુનઃનિર્માણ શરૂ થયું અને ધાર્મિક વિધિઓ ફરી શરૂ કરવામાં આવી. ૨૦૦૫ માં તે સંપૂર્ણપણે બનીને તૈયાર થયું હતું. ફાધર મેક્સિમ ક્વાટરડ્‌ઝે છેલ્લા ૨૦ વર્ષથી આ ચર્ચમાં ભગવાનની શોધમાં રહી રહ્યા છે. તે અઠવાડિયામાં ફક્ત ૨ દિવસ ચર્ચ છોડીને જાય છે. જણાવી દઈએ કે આ ચર્ચમાં ફક્ત સાધુઓ અને પાદરીઓ જ જઈ શકે છે. પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ છે. એમ તો આ ચર્ચ સુધી પહોંચવું પણ ખૂબ મુશ્કેલ છે. આ ખડક સુધી પહોંચવા માટે પગપાળા ટ્રેકિંગ કરવું પડે છે. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી સ્ટીલની સીડીઓ ચડ્યા પછી, વ્યક્તિ ચર્ચ સુધી પહોંચી શકે છે.દુનિયામાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે જેના વિશે લોકો ઘણું ઓછું જાણે છે. જેના કારણે આ જગ્યાઓ દુનિયા માટે રહસ્ય બની જાય છે. આજે અમે તમને એક ચર્ચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણા વર્ષોથી ૧૩૦ ફૂટ ઉંચા ખડક પર બનેલું છે પરંતુ ત્યાં કેવી રીતે બનાવવામાં આવ્યું તે કોઈ નથી જાણતું. તેને ‘વિશ્વનું સૌથી એકલું ચર્ચ’ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *