ઘોઘા પોલીસે થળસર ગામ તલાવડી વિસ્તાર લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો પૈકી 2 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેમની પાસેથી રૂ.3700 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા.
તીનપત્તી રમતા 2 રંગેહાથ ઝડપાયા, એક ફરાર ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને ખાનગી બાતમી માહિતી મળી હતી કે, થળસર ગામ તલાવડી વિસ્તારની પડતર જાહેર જગ્યામાં આવેલ લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 3 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.3700 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

