અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો!! છેલ્લા ૧ મહિનામાં ડેન્ગ્યુના ૧ હજાર જેટલા કેસ નોંધાયા
હાલ ચોમાસાની વરસાડી સીઝન ચાલી રહી છે ત્યારે અચાનક તાવ, ઉધરસ લોકો માટે ખૂબ જ ચિંતાનું કારણ બની રહ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના ૧ હજારથી વધુ કેસ નોંધાયા છે.ઓગસ્ટમાં અસારવા સિવિલમાં ડેન્ગ્યુના ૪૫, સોલા સિવિલમાં ૨૬૭ કેસ નોંધાયા છે.ગોતા, થલતેજ, બોપલ, નવરંગપુરા, જાેધપુરમાં ડેન્ગ્યુના વધુ કેસ છે.કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ઘરમાં મચ્છરનો ઉપદ્રવથી રોગચાળો વકર્યો છે.
તે પણ મહત્વનું છે કે, ડેન્ગ્યુમાં ઘણીવાર તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને નબળાઈ આવી જાય છે. જાેકે, જાે સામાન્ય રીતે અવગણવામાં આવે તો કેટલાક લક્ષણો ગંભીર બની શકે છે. ડેન્ગ્યુના લક્ષણો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે, અને મોટાભાગના દર્દીઓ યોગ્ય દેખરેખ, આરામ અને તબીબી સલાહથી સ્વસ્થ થઈ જાય છે.
ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે, જે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી અને થાકનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુ તાવ લગભગ ૨ થી ૭ દિવસ સુધી રહે છે.

