જામનગરમાં શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા સિદ્ધિવધુ કંઠાભરણ તપના તપસ્વીઓની રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા પ.પૂ. આચાર્યદેવ શ્રી મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં નીકળી હતી. તેનો પ્રારંભ શ્રી શેઠજી દેરાસરેથી થયો હતો.

રથયાત્રામાં સિદ્ધિવધુ કંઠાભરણ તપના તપસ્વીઓ જોડાયા હતા. જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

