Gujarat

જામનગરના નીલકંઠ મહાદેવ મંદિરે બાબા અમરનાથના દર્શન

જામનગરના નવાગામ ઘેડ સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બાબા અમરનાથના દિવ્ય દર્શન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને ભક્તિ સાથે બાબા અમરનાથના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ શિવભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાઆરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ પાવન પ્રસંગે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ શિવભક્તોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.