લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકાર પાસે જામનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ કરી છે. ખવાએ જણાવ્યું કે જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની અછત છે. આ કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કહ્યું કે આવતીકાલથી શરૂ થતા વિધાનસભા સત્રમાં તેઓ આ મુદ્દો ઉઠાવશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અને ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ સાથે ખેડૂતોનો અવાજ વિધાનસભામાં રજૂ કરશે.

