National

પશ્ચિમી દેશોને આપેલા સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રિક્સ (BRICS) કોઈની વિરુદ્ધ નથી; તેમણે વૈશ્વિક શાસન માટે ૧૦-સૂત્રીય રોડમેપ રજૂ કર્યો

રવિવારે નવી દિલ્હીના ‘ભારત મંડપમ‘ ખાતે ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટમાં વૈશ્વિક નેતાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિક્સ કોઈની વિરુદ્ધનું જૂથ નથી અને ‘ગ્લોબલ સાઉથ‘ (વિકાસશીલ દેશો) એ નિયમ-નિર્માતા બનવાની જરૂર છે. તેમણે વૈશ્વિક શાસન માટે ૧૦-સૂત્રીય રોડમેપ રજૂ કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં સુધારાની હાકલ કરી.

વડાપ્રધાને ‘વિશેષાધિકારના પિરામિડ‘ને ‘ભાગીદારીના મંચ‘માં પરિવર્તિત કરવા પર ભાર મૂક્યો જ્યાં દરેક દેશની ભાગીદારી હોય અને તેઓ પોતાનો અવાજ ઉઠાવી શકે.

આ માટે, પીએમ મોદીએ ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી: પ્રતિનિધિત્વ, પ્રતિભાવશીલતા અને નિયમ-નિર્માણ.

તેમણે કહ્યું, “બ્રિક્સને મજબૂત કરવાની સાથે, આપણે વૈશ્વિક સુધારા માટેની દિશા પણ નક્કી કરવી જાેઈએ. વૈશ્વિક શાસનનું વર્તમાન માળખું પિરામિડ જેવું છે: સત્તા અને ર્નિણય લેવાની પ્રક્રિયા ટોચ પર કેન્દ્રિત છે, જ્યારે નીચેના સ્તરોમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેઓ આ ર્નિણયોથી પ્રભાવિત થાય છે પરંતુ તેને ઘડવામાં સક્ષમ નથી.”

તેમણે ઉમેર્યું, “હું કહેવા માંગુ છું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને હવે વધુ વિલંબિત કરી શકાય નહીં. આ બાબત પરની વાટાઘાટો ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ પરિણામો સાથે જાેડાયેલી હોવી જાેઈએ. તેવી જ રીતે, નાણાકીય સંસ્થાઓમાં મતદાનની સત્તા, નેતૃત્વના હોદ્દા અને નીતિગત પ્રાથમિકતાઓ આજના આર્થિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત હોવી જાેઈએ.”

પીએમ દ્વારા દરિયાઈ કર્મચારીઓ (સીફેરર્સ) માટે ઈમરજન્સી સપોર્ટ નેટવર્કનો પ્રસ્તાવ

વડાપ્રધાને વૈશ્વિક વેપારમાં દરિયાઈ કર્મચારીઓના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કરતા તેમના માટે દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવાની હાકલ કરી હતી. આ માટે, તેમણે ‘સીફેરર્સ ઈમરજન્સી સપોર્ટ નેટવર્ક‘ સ્થાપિત કરવાની વાત કરી. તેમનું આ નિવેદન યુએસ-ઈરાન સંઘર્ષની શરૂઆત બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજાે પર થયેલા તાજેતરના હુમલાઓના સંદર્ભમાં આવ્યું છે.

તેમણે કહ્યું, “ત્રીજાે મુદ્દો જે હું ઉઠાવવા માંગુ છું તે નિયમ-નિર્માણ અંગેનો છે. ભવિષ્યના વૈશ્વિક નિયમો નક્કી કરવામાં સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. છૈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), સાયબર સ્પેસ, અવકાશ, બાયોટેક્નોલોજી અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી જેવા ક્ષેત્રો માત્ર ભવિષ્યની તકોને જ આકાર નથી આપી રહ્યા પરંતુ ભવિષ્યના નિયમો પણ નક્કી કરી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું, “આપણે ‘ગ્લોબલ સાઉથ‘ને ‘નિયમ સ્વીકારનાર‘ માંથી ‘નિયમ ઘડનાર‘ માં પરિવર્તિત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જાેઈએ. બ્રિક્સના માધ્યમથી, આપણે ‘ગ્લોબલ સાઉથ‘ના દેશોના યુવા રાજદ્વારીઓ અને નીતિ-નિર્માતાઓને વાટાઘાટ કૌશલ્ય, વ્યવહારુ તાલીમ અને કાનૂની નિપુણતાથી સજ્જ કરી શકીએ છીએ.” પોતાના સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ગ્લોબલ સાઉથ‘ (વિકાસશીલ દેશોના સમૂહ) એ નિયમ-નિર્માતા બનવું જાેઈએ અને ઉમેર્યું કે ભારત આ પ્રયાસમાં નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે બ્રિક્સ (મ્ઇૈંઝ્રજી) સમિટની યજમાની દ્વારા ભારતનો સંદેશ સ્પષ્ટ છે: જાે ભવિષ્ય સહિયારું હોય, તો તેને ઘડવાનો અધિકાર પણ સહિયારો હોવો જાેઈએ.

પોતાના સંક્ષિપ્ત સંબોધનના સમાપન વખતે તેમણે કહ્યું, “મિત્રો, ભારત દ્વારા આયોજિત આ બ્રિક્સ સમિટનો સંદેશ સ્પષ્ટ હોવો જાેઈએ. જાે આપણું ભવિષ્ય સહિયારું હોય, તો તે ભવિષ્યને ઘડવાનો અધિકાર પણ સહિયારો હોવો જાેઈએ. અવાજથી પ્રભાવ સુધી અને વિશેષાધિકારથી ભાગીદારી સુધી – આ વર્તમાન સમયમાં બ્રિક્સનો માર્ગદર્શક સંકલ્પ હોવો જાેઈએ. ખૂબ ખૂબ આભાર.”