Gujarat

રાજકોટમાં સગીર વયની 3 છોકરીઓ ઘરેથી કહ્યા વગર જતી રહેલ, અમદાવાદ ખાતેથી શોધી પરીવાર સાથે સુખદ મીલન કરાવતી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન.

રાજકોટમાં સગીર વયની 3 છોકરીઓ ઘરેથી કહ્યા વગર જતી રહેલ, અમદાવાદ ખાતેથી શોધી પરીવાર સાથે સુખદ મીલન કરાવતી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેરમાં અગલ-અલગ ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તથા લોકોને ઉપયોગી થાય તે રીતે ફરજ બજાવવા સુચના આપેલ હોય, P.I જી.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા નરેશભાઈ ચાવડા તથા મેહુલ પંડ્યા તથા મહેશભાઇ કછોટ તથા અજીતસિંહ પરમાર તથા જગદીશભાઈ વાંક તથા જગમાલભાઈ જાદવ તથા સુખદેવભાઈ દાંતી પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા. અરજદાર અજયભાઇ રામજીભાઇ ડોડીયા તથા રણજીતભાઇ વજુભાઇ સવાસરીયા રહે.ગીરીરાજ પાર્ટી પ્લોટની પાછળ રઘુવીર પાર્ક રાજકોટ વાળાએ પોલીસ સ્ટેશન ખાતે આવી રજુઆત કરેલ કે, પોતાની સગીર વયની દિકરીઓ ઘરેથી કહ્યા વગર જતી રહેલ છે જેથી અમો તથા સ્ટાફ દ્રારા તાત્કાલીક તપાસ કરી હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ આધારે તપાસ કરતા સગીર વયની છોકરીઓ અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતેની હકીકત મળતા અમદાવાદ રેલ્વે પોલીસની મદદ મેળવી સગીર વયની ત્રણેય દિકરીઓને તેમના પરીવાર સાથે સુખદ મીલન કરાવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260913-WA0037.jpg