Gujarat

ભારતીય જનતા પક્ષના અદના કાર્યકરની અનેરી સેવા જાફરાબાદ પંથકમાં ગરીબ અને નિરાધારનો અધીંરાતનો હોંકારો કરણભાઈ બારૈયા

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

આગામી ચૂંટણીમાં ઉમેદવાર બને તો નવાઈ નહીં

લોકસેવાના પ્રહરી અને નિ:સ્વાર્થ ભાવે અદ્ભુત સેવા આપતાં એવા અખિભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા ની પ્રશંસા થવા લાગી છે

અમરેલી જિલ્લાના જાફરાબાદમા સેવાકીય ક્ષેત્રે ઉડીને આંખે વળગે એવું નામ એટલે કરણભાઈ બારૈયા જાફરાબાદ મા કોળી સમાજ ના છેલ્લા 30 વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ બજાવે છે કોળી સમાજ ખુબ ખુશ છે

ઘરના પૈસે અડધી રાત્રે પોતાના સમાજ ની સેવા કરે છે કરણભાઈ બારૈયા ની કોળી સમાજ પ્રત્યેની અને આમ સમાજ માટે સેવા ના સુંદર કાર્યોથી સમગ્ર જિલ્લામાં કરણભાઈ બારૈયા ની વાહ વાહ થય રહી છે તાજેતરમાં જાફરાબાદ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં કોળી સમાજ નુ મહાસંમેલન રાખવામાં આવેલ હતું રાજ્ય ના મંત્રી આર. સી. મકવાણા સાંસદ નારણભાઈ કાછડીયા. પુર્વ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા. અને આઠથી દશ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ના અને જીલ્લા ના ટોપ લેવલની દિગ્ગજ અને હોદ્દેદારો હાજરીમાં સારી નોંધ પણ ભાજપ ના મહોડીઓએ લીધી હતી જાફરાબાદ મા બંને કોમ વચ્ચેના કામો ઝગડામાં મધ્યસ્થી બની સમાધાન કરી વિવાદના અંત લાવવાના કામો પણ કર્યો છે

કરણભાઈ બારૈયા અભણ હોવા છતાં પોતાના કોઠાસૂઝ પ્રમાણે સેવા કાર્યોથી લોકો મા ભારે ચાહના મેળવી છે જાફરાબાદ મા ઈગલીશ મિડીમ શાળા સલાવે છે તેમજ રાજુલા મામલતદાર કચેરી ની સામે તમામ કામો માટે ફી મા ઓફિસ ખોલી છે તેમા ઘણી બધી યોજના ઓ નો લાભ લોકો ને મળે છે ખાંભા ના ડેડાણ ગામે પણ ઓફિસ ખોલી છે જાફરાબાદ પણ ઓફિસ ખોલી છે તેમા ગરીબોના ફી મા કામ માટે અલગ અલગ ઓફિસ ખોલી ને લોકો ના ફી મા કામો કરી રહ્યા છે મા કાર્ડ આઈસમાન ભારત કાર્ડ ઈ શ્રમ કાર્ડ વેક્સિન કાર્ડ તેમજ ગરીબો મધ્યમ વર્ગના લોકોના સેવા સુવિધા સવલત અને સુખાકારી માટે આરોગ્ય કેમ્પ તેમજ લોકોની તાત્કાલિક સેવા માટે એમ્બ્યુલન્સ સેવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા સહાય અને મદદરૂપ બને છે

સામાજીક રાજકીય અને રચનાત્મક અને આરોગ્ય અને શૌક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્યો કરવાની કોળી સમાજ મા લોકોમાં અને રાજકીય આગેવાનોમા નામના મેળવી છે જાફરાબાદ ખાતે કોળી સમાજ ના સ્નેહ મિલન મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સી.આર.પાટીલ જાફરાબાદ કોળી સમાજ ના પ્રમુખ અને લોકસેવક કરણભાઈ બારૈયા ની અદ્ભુત સેવા કાર્ય ખૂબ બિરદાવેલ હતી તેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માથી રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી ચુંટણી લડાવે તે વાત ને નકારાતી નથી

IMG-20211115-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *