Gujarat

સુરતમાંથી દુર્લભ ૧૮ ઇન્ડિયન સ્ટાર ટર્ટલ ને વેચવા નીકળેલા બે શખ્સ ઝડપાયા

સુરત વન વિભાગ અને ઉઝ્રઝ્રમ્ની સંયુક્ત કાર્યવાહીમાં ઉધના દરવાજા વિસ્તારમાંથી દુર્લભ ૧૮ ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા છે.

શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બાતમીના આધારે ઓપરેશન કર્યું હતું. સુરત એન્ટરપ્રાઇઝ દુકાનમાં છટકું ગોઠવી બે શખ્સ ઝડપાયા. ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા. દિનેશ કનકાભાઈ ઠાકોર અને શેખ મોહમદ અઝહર ઝડપાયા. આરોપીઓ પાસેથી ૧૮ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ જપ્ત કરવામાં આવ્યા છે.

કાચબા ઉપરાંત બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા છે. કાચબાની કિંમત ૨૫ હજારથી ૧ લાખ સુધી હોવાનો અંદાજ. ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગેરકાયદે વન્યજીવ તસ્કરી નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.