વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ગિરનાર હોટલ પાસે 19 વર્ષીય યુવકે ઝાડ પર લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો હતો.
યુવકના આપઘાતના કારણ અંગે તપાસ યુવક તરસાલી બાયપાસ પાસે નવી નગરીમાં રહેતો હતો. મૃતક અરમાનભાઈ રોહિતભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આપઘાતનું કારણ અકબંધ આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. યુવકે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

