National

મોબાઈલ વપરાશકર્તાઓ માટે ૩૦-દિવસીય રિચાર્જ, નોન-ડેટા પ્લાન્સ: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સારા સમાચાર આપ્યા

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રવિવારે (૨૭ સપ્ટેમ્બર) નવા પ્રીપેડ મોબાઈલ રિચાર્જ વિકલ્પોની રજૂઆતનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે નવા નિયમો ગ્રાહકોને ૩૦-દિવસના રિચાર્જ પ્લાન, માત્ર વોઈસ અને જીસ્જી માટેના વિકલ્પો તેમજ ઓછા બજેટવાળા વપરાશકર્તાઓ માટે વધુ અનુકૂળ વિકલ્પો પૂરા પાડશે.

૩૦-દિવસના રિચાર્જ પ્લાન

ભારતમાં પ્રીપેડ મોબાઈલ વપરાશકર્તાઓ માટે ‘સારા સમાચાર‘ની જાહેરાત કરતા, રાજ્યસભાના સાંસદે ‘ઠ‘ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારે ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (તેરમો સુધારો) રેગ્યુલેશન્સ, ૨૦૨૬‘ રજૂ કર્યા છે. આ નિયમો હેઠળ ગ્રાહકોને ૩૦-દિવસના રિચાર્જ પ્લાન, માત્ર વોઈસ અને જીસ્જી માટેના વિકલ્પો તેમજ એવા વપરાશકર્તાઓ માટે વધુ યોગ્ય પ્લાન મળશે જેમને મુખ્યત્વે મૂળભૂત વોઈસ સેવાઓની જરૂર હોય છે.

ચઢ્ઢાએ કહ્યું કે તેમણે ૧૧ માર્ચે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે ૨૮-દિવસના રિચાર્જ પ્લાનને કારણે ગ્રાહકોએ વાસ્તવમાં વર્ષમાં ૧૨ ને બદલે ૧૩ વખત રિચાર્જ કરાવવું પડતું હતું.

‘ઠ‘ પરના એક વીડિયો સંદેશમાં રાજ્યસભાના સાંસદે કહ્યું, “ભારતના પ્રીપેડ મોબાઈલ ફોન વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ. ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ, મેં સંસદમાં પ્રીપેડ મોબાઈલ ફોન વપરાશકર્તાઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો.”

“સાહેબ, એક વર્ષમાં ૧૨ મહિના હોય છે, પરંતુ ૨૮-દિવસના રિચાર્જને કારણે લોકો ૧૩ વખત રિચાર્જ કરવા માટે મજબૂર બને છે. મોબાઈલ ઓપરેટરોએ એવા લોકો માટે ઓછી કિંમતનો ‘માત્ર-ઇનકમિંગ‘ (ૈહર્ષ્ઠદ્બૈહખ્ત-ર્હઙ્મઅ) પ્લાન રજૂ કરવો જાેઈએ જેઓ માત્ર ઇનકમિંગ કોલ્સ માટે ફોન રાખે છે,” તેમ ચઢ્ઢાએ ૧૧ માર્ચે સંસદમાં કહ્યું હતું.

તેમણે કહ્યું, “મને એ જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે તમારી તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (્ઇછૈં) એ ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન ૨૦૨૬‘ બહાર પાડ્યું છે. આ અંતર્ગત, સૌ પ્રથમ તો, ૨૮-દિવસના રિચાર્જને બદલે તમને ૩૦-દિવસનો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે હવે તમારે વર્ષમાં ૧૩ વખત નહીં, પરંતુ માત્ર ૧૨ વખત માસિક રિચાર્જ કરાવવું પડશે.” માત્ર વોઇસ (ર્ફૈષ્ઠી-ર્હઙ્મઅ) પ્લાન્સ

ચઢ્ઢાએ કહ્યું કે જે ગ્રાહકોને ડેટા સેવાઓની જરૂર નથી, તેમના માટે ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલિંગ સુવિધાઓ ધરાવતા પ્રીપેડ ‘વોઇસ-ઓન્લી‘ પ્લાન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું, “બીજું, ઘણા ગ્રાહકો એવા છે જેમને ડેટા નથી જાેઈતો અને માત્ર વોઇસ-ઓન્લી પ્લાન્સ જાેઈએ છે; તેમના માટે માત્ર ઇનકમિંગ અને આઉટગોઇંગ સુવિધાઓવાળા પ્રીપેડ વોઇસ-ઓન્લી પ્લાન્સ ઉપલબ્ધ કરાવાશે. તેનો અર્થ એ કે તમને માત્ર તે સેવાનો જ ચાર્જ લાગશે જેની તમને જરૂર છે. કારણ કે ઘણા વરિષ્ઠ નાગરિકો અથવા ઓછા બજેટવાળા ગ્રાહકો છે જેઓ માત્ર ઇનકમિંગ અને આઉટગોઇંગ સુવિધાઓ માટે વોઇસ-ઓન્લી પ્લાન્સ ઇચ્છે છે, અને આજે ્ઇછૈંએ તમારી એ માંગ પણ પૂરી કરી છે.”

વધુમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ પગલું ‘રચનાત્મક રાજકારણ‘નું ઉદાહરણ છે, જેમાં સંસદસભ્ય સંસદમાં જનતાની માંગ ઉઠાવે છે અને સરકાર તેના પર કાર્યવાહી કરે છે.

“હું સરકાર અને આપ સૌને અભિનંદન આપું છું. મને લાગે છે કે આ એક ઉત્તમ ઉદાહરણ છે જેમાં એક સાંસદ સંસદમાં જનતાની માંગ રજૂ કરે છે, લોકો તેને સમર્થન આપે છે, પસંદ કરે છે અને શેર કરે છે, અને સરકાર આજે તમારી એ માંગ પૂરી કરે છે. આ રચનાત્મક રાજકારણનું ઉત્તમ ઉદાહરણ છે. હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આપણે સાથે મળીને વાસ્તવિક ભારતની વાસ્તવિક સમસ્યાઓનું આ રીતે નિરાકરણ લાવવાનું ચાલુ રાખીશું,” એમ તેમણે ઉમેર્યું.