Gujarat

ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલની ૯૨મી આવૃત્તિ ગાંધીનગરમાં યોજાઈ

ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલની ૯૨મી આવૃત્તિ આજે સવારે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાઈ હતી. સાપ્તાહિક ફિટનેસ ઈવેન્ટની આ આવૃત્તિ ‘ફિટનેસ, ક્લીનલિનેસ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી‘ (ફિટનેસ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારી) થીમ હેઠળ યોજાઈ હતી, જેમાં સુલભ ઈન્ટરનેશનલના પ્રતિનિધિઓ અને ચિલોડાની ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

જીછૈં, દ્ગર્ઝ્રઈ, ગાંધીનગર દ્વારા આયોજિત આ ફિટનેસ ઈવેન્ટમાં કેન્દ્રના ઉત્પાદક/તાલીમાર્થી એથ્લેટોએ પણ ભાગ લીધો હતો.

જાણીતા ટ્રેનર વનરાજ દ્વારા સંચાલિત ફિઝિકલ ટ્રેનિંગ અને ઝુમ્બા સેશન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ઉપસ્થિત લોકોએ સ્વર્ણિમ પાર્કની આસપાસ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી ૨.૫ કિમી લાંબી હતી.

આ પછી મહેમાનોએ ગેમ ઝોન ખાતે બેડમિન્ટન, ચેસ, કેરમ, રોપ સ્કીપિંગ, હ્યુમન સાઈઝ લુડો વગેરે જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સુલભ ઈન્ટરનેશનલના પ્રતિનિધિમંડળના વડા અને ઓમ લેન્ડમાર્ક સ્કૂલના શિક્ષકોને પણ તેમની સહભાગિતા માટે પ્રશંસાના પ્રતિક રૂપે સ્મૃતિચિહ્નો ભેટ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સહભાગીઓને અલ્પાહાર પણ પીરસવામાં આવ્યો હતો

ડિસેમ્બર ૨૦૨૪માં કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (જીછૈં), યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (સ્રૂછજી) દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઝ્રહ્લૈં), ઈન્ડિયન રોપ સ્કીપિંગ ફેડરેશન, યોગાસન ભારત, રાહગીરી ફાઉન્ડેશન, સ્રૂ બાઈક્સ અને સ્રૂ ભારતના સહયોગથી કરવામાં આવે છે. સાયકલિંગ ઝુંબેશ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે ચલાવવામાં આવે છે, જેમાં જીછૈં પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (દ્ગર્ઝ્રંઈજ), જીછૈં ટ્રેનિંગ સેન્ટર્સ (જી્ઝ્રજ), ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (દ્ભૈંજીઝ્રઈજ) અને ખેલો ઈન્ડિયા સેન્ટર્સ (દ્ભૈંઝ્રજ) નો સમાવેશ થાય છે.