નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને તેને સંબંધિત ઘટનાઓને કારણે ૨૭ લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર હવામાનના આ પ્રકોપના દ્રશ્યો વાયરલ થયા છે અને સ્થાનિક લોકોમાં નવી ચિંતાઓ જન્મી છે.
નેપાળના ગૃહ મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ૨૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ચાર લોકો ગુમ થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓથી ૧,૦૮૨ પરિવારો પ્રભાવિત થયા છે અને ૧૧૪ પશુઓના પણ મોત થયા છે.
ભૂસ્ખલનની ૩૦૪ ઘટનાઓ નોંધાઈ હતી જેમાં ૨૦ લોકોના મોત થયા હતા. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓમાં ચાર લોકો ગુમ થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા.
પૂરની ૮૭ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (દ્ગડ્ઢઇઇસ્છ) એ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અન્ય ૧૫૧ ઘટનાઓ બની હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
વરસાદને કારણે ૨૨૭ મકાનો નાશ પામ્યા હતા અને ૧૪૨ મકાનોને નુકસાન થયું હતું, જ્યારે પૂર અને ભૂસ્ખલનને કારણે ૩૧ પુલને નુકસાન થયું હતું. દ્ગડ્ઢઇઇસ્છ એ જણાવ્યું હતું કે આ હવામાનની સ્થિતિ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમ (હવાનું ઓછું દબાણ ધરાવતી પ્રણાલી) ને કારણે હતી.
રવિવારે મનાંગ જિલ્લામાં ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી, જેના કારણે મોટી માત્રામાં કાટમાળ મર્સ્યાંગદી નદીમાં ધસી આવ્યો હતો અને નદીનો પ્રવાહ થોડા સમય માટે અવરોધાયો હતો.
ભારે વરસાદ બાદ થયેલા આ ભૂસ્ખલનને પગલે સત્તાવાળાઓએ નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી હતી. થોડા કલાકો પછી નદીનો પ્રવાહ ફરી સામાન્ય થઈ ગયો હતો અને કોઈ મોટું નુકસાન નોંધાયું ન હતું.
નેપાળમાં વરસાદની નદીઓ પર અસર અને ભૂસ્ખલન
નેપાળમાં થયેલા ભારે વરસાદની અસર પડોશી દેશ ભારતમાં વહેતી નદીઓ પર પણ જાેવા મળી હતી. જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર, નેપાળમાં ભારે વરસાદને પગલે મંગળવારે બિહારના બગાહા ખાતે ગંડક નદીનું જળસ્તર વધીને રેકોર્ડ ૯૧.૨૫ મીટર સુધી પહોંચ્યું હતું. આ જળસ્તર ૨૦૨૪માં નોંધાયેલા અગાઉના રેકોર્ડ કરતાં ૦.૩૫ મીટર વધારે હતું.
નેપાળમાં ભારે વરસાદ બાદ વાલ્મિકીનગર બેરેજમાંથી પાણીનો ભારે વિસર્જન થવાથી ચંપારણ બંધ (એમ્બેન્કમેન્ટ) ના બે ભાગને નુકસાન થયું હતું.
અગાઉ, સતત વરસાદને કારણે નેપાળના અનેક વિસ્તારોમાં પૂર, જળભરાવ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. નારાયણી નદીનું જળસ્તર નવ-મીટરની ચેતવણી સપાટીને વટાવીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા સત્તાવાળાઓએ નદી કિનારે વસતા લોકો માટે ચેતવણી જારી કરી હતી. અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ચિતવન તરફ જતા ધોરીમાર્ગો પણ બંધ થઈ ગયા હતા.
બાગલુંગ જિલ્લામાં, તામનખોલા, નિસિખોલા અને તારાખોલા ગ્રામીણ નગરપાલિકા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ઘરો દટાઈ જતાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ગુમ થઈ હતી. કાલીગંડકી નદીએ પણ ઘરો અને પુલોને વહાવી દીધા હતા, જેનાથી માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો હતો; દરમિયાન, પૂરના જાેખમને પગલે સુરક્ષા દળોએ અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
ખરાબ હવામાનની અસર નેપાળના પહાડી વિસ્તારો પર પણ જાેવા મળી હતી. રવિવારે મનાંગ જિલ્લામાં ૭,૧૨૬ મીટર ઊંચા હિમનેલુંગ હિમાલ શિખરના બેઝ કેમ્પ પર હિમસ્ખલન થયું હતું, જેમાં પર્વતારોહણ માર્ગદર્શકો અને સહાયક કર્મચારીઓ આશરો લઈ રહ્યા હતા તે તંબુઓ દટાઈ ગયા હતા. સોમવાર સુધીમાં ઘટનાસ્થળેથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે શોધ અને બચાવ કામગીરી ચાલુ હતી.
આ તાજેતરની દુર્ઘટનાઓ ૨૬ ઓગસ્ટના ભોટેકોશી પૂરના થોડા અઠવાડિયા બાદ બની છે; તે પૂર નેપાળ-તિબેટ સરહદ નજીક ઉદ્ભવ્યું હતું અને તેણે ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલોને વહાવી દેવાની સાથે જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મુખ્ય અહેવાલ મુજબ, તે પૂરમાં ઓછામાં ઓછા ૧,૪૫૩ લોકોનાં મોત થયાં હતાં અને ૫,૦૦૦થી વધુ લોકો ગુમ થયા હતા. આ ઉપરાંત, કાર્યરત આઠ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અને નિર્માણાધીન ચાર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું હતું.

