અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ કરતી ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં આસામ રાઈફલ્સના એક જવાનનું મોત થયું હતું અને અન્ય ચાર જવાન ઘાયલ થયા હતા.
આ ઘટના સવારે લગભગ ૬.૩૦ વાગ્યે નામપોંગ સર્કલ હેઠળના નામપોંગ નાલા નજીક બની હતી, જ્યારે ૨૧ આસામ રાઈફલ્સના જવાનો એવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જ્યાં સરહદી વાડ (ફેન્સિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ઉગ્રવાદીઓએ પેટ્રોલિંગ ટીમ પર ગોળીબાર કર્યો
પ્રાથમિક અહેવાલો અનુસાર, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ પેટ્રોલિંગ ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં હવાલદાર જાનખોકાઈ કુકી (૪૨)નું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તબીબી સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા, જ્યારે તેમની સ્થિતિ અંગેની વિગતોની રાહ જાેવાઈ રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન તેજ કરી દીધા છે. પ્રાથમિક અહેવાલોમાં દ્ગજીઝ્રદ્ગ (દ્ભ-રૂછ) સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓની સંડોવણી હોવાનું સૂચવવામાં આવ્યું હતું, જાેકે હુમલાખોરોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આસામ રાઈફલ્સ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જાેવાઈ રહી છે.
ચાંગલાંગના એસપી (જીઁ) કિર્લી પાદુએ જણાવ્યું હતું કે તેમને ઘટના વિશે માહિતી મળી છે અને તેમણે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીને વિગતો એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. એસપીએ કહ્યું, “અમને ભારત-મ્યાનમાર સરહદ પર બનેલી ઘટના વિશે માહિતી મળી છે અને અમે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના ઓસી (ર્ંઝ્ર) ને તેની સાથે સંબંધિત માહિતી એકત્રિત કરવા કહ્યું છે.”
ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ સંવેદનશીલ રહી છે કારણ કે આ વિસ્તારમાં અને આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર સક્રિય બળવાખોર જૂથોની અવરજવર રહે છે.
આર્મી અને આસામ રાઈફલ્સના સંયુક્ત ઓપરેશનમાં બે ઉગ્રવાદીઓ માર્યા ગયા
અગાઉ, મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં ભારતીય સેના અને આસામ રાઈફલ્સની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં ેંદ્ભદ્ગછના બે ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ ૨૯ ઓગસ્ટની રાત્રે હેંગલેપ સબ-ડિવિઝનના ફાઈબોંગ ગામમાં એક અભિયાન શરૂ કર્યું હતું. દળોએ ેંદ્ભદ્ગછના એક કેમ્પ પર દેખરેખ ગોઠવી હતી અને ૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૫ વાગ્યે વ્યૂહાત્મક રીતે કેમ્પની નજીક પહોંચવાની કાર્યવાહી શરૂ કરી હતી.
યુનાઈટેડ કુકી નેશનલ આર્મી (ેંદ્ભદ્ગછ) એ કેન્દ્ર સરકાર, મણિપુર સરકાર અને કુકી તથા ઝોમી સમુદાયના અનેક સશસ્ત્ર સંગઠનો વચ્ચે થયેલા ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ‘ (ર્જીર્ં) કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.
આસામ રાઈફલ્સે જણાવ્યું હતું કે ત્યારબાદ કેમ્પની તલાશી લેતા બે સ્છ રાઈફલ્સ, એક છદ્ભ-૫૬ રાઈફલ, એક લાથોડ ગન, સાત લાથોડ ગ્રેનેડ, ૧૫ છદ્ભ મેગેઝિન, ૩૭૧ છદ્ભ-૫૬ રાઉન્ડ્સ, ૬૦૧ સ્છ રાઈફલ રાઉન્ડ્સ, ૧૭૨ જીન્ઇ રાઉન્ડ્સ, ૧૫ કોમ્બેટ યુનિફોર્મ અને દારૂગોળાના સાત પાઉચ મળી આવ્યા હતા.

