કોઠ પોલીસે અમદાવાદ ગ્રામ્યમાં વટામણ ચોકડી પાસે વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી પકડી છે. પોલીસે 2,808 નંગ વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. બે કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹12.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂ ભરાવી આપનાર અને મંગાવનાર બે આરોપી વોન્ટેડ છે.

આ કાર્યવાહી 10 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8:30 થી 11:30 વાગ્યા દરમિયાન થઈ હતી. દર્શક ભરતભાઈ જોષી અને મનીષ અર્જુન કુશવાહ ક્રેટા કાર (GJ-24-AM-8972)માં પાઇલોટિંગ કરતા હતા. મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા બ્રેઝા કાર (GJ-21-CA-0718)માં દારૂનો જથ્થો લઈ જતા હતા.

