બુધવારે સવારે ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને હાઈજેકની ચેતવણી બાદ જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. ત્યારબાદ એરલાઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે સંબંધિત સુરક્ષા એજન્સીઓએ જરૂરી તપાસ કરી વિમાન અને ક્રૂને મંજૂરી આપી દીધી છે. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી સુરક્ષા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ફરીથી વિમાનમાં સવાર થયા હતા. એરલાઈને કહ્યું કે મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે એર ઈન્ડિયાની ટીમોએ સત્તાવાળાઓ સાથે સક્રિયપણે કામ કર્યું હતું.
એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી
એર ઈન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “૧૪ ઓક્ટોબરે ફ્રેન્કફર્ટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છૈં૨૦૩૦ ને સુરક્ષા સંબંધિત ચિંતાને પગલે જયપુર તરફ વાળવામાં આવી હતી. વિમાન જયપુરમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સંબંધિત સુરક્ષા એજન્સીઓએ જરૂરી તપાસ કરી વિમાન અને ક્રૂને મંજૂરી આપી દીધી છે. તમામ મુસાફરોને નીચે ઉતારી સુરક્ષા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ફરીથી વિમાનમાં સવાર થયા હતા.”
મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે એર ઈન્ડિયાની ટીમોએ સક્રિયપણે કામ કર્યું
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે તેની ટીમોએ સત્તાવાળાઓ સાથે સક્રિયપણે કામ કર્યું હતું. કંપનીએ કહ્યું, “આ અણધારી વિક્ષેપને કારણે અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તેમની ધીરજ તથા સમજણની પ્રશંસા કરીએ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુરક્ષા એર ઈન્ડિયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
આ અગાઉ, ફ્રેન્કફર્ટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છૈં૨૦૩૦, જેને શંકાસ્પદ હાઈજેક ધમકીને પગલે સુરક્ષા ચેતવણી મળતાં જયપુર તરફ વાળવામાં આવી હતી, તેણે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિમાન જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તેને સુરક્ષા તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં ૨૯૩ મુસાફરો અને ૧૩ ક્રૂ સભ્યો સવાર હતા.
માલવીય નગરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, શિવ દયાલે મીડિયાને જણાવ્યું હતું કે ધમકી મળ્યા બાદ ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ અંગે એરપોર્ટ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાકર્મીઓએ આઈસોલેશન બે (ૈર્જઙ્મટ્ઠંર્ૈહ હ્વટ્ઠઅ) માં વિમાનની તપાસ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, “ફ્લાઈટ સવારે લગભગ ૯:૩૫ વાગ્યે ઉતરી હતી. તપાસ માટે દસ મિનિટની અંદર ફ્લાઈટને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી.”
પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે વિમાન મુંબઈ ફ્લાઈટ ઈન્ફોર્મેશન રિજન (હ્લૈંઇ) માં હતું ત્યારે પાઈલટે ‘સ્ક્વોક કોડ ૭૫૦૦‘ દબાવ્યો હતો, જે ગેરકાયદેસર દખલગીરી સૂચવે છે. ત્યારબાદ, વિમાનને જયપુર તરફ વાળવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જયપુર એરપોર્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. એરપોર્ટના સૂત્રોએ કહ્યું, “મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં દિલ્હી જવા માટે તે જ વિમાનમાં તેમનું બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બધા સુરક્ષિત છે અને ગભરાટ જેવી કોઈ સ્થિતિ નથી.”
ફ્રેન્કફર્ટ-દિલ્હી ફ્લાઇટને અન્યત્ર વાળવાની ફરજ શા માટે પડી?
પ્રાથમિક માહિતી મુજબ, એર ઈન્ડિયાના પાઈલટે ‘સ્ક્વોક કોડ ૭૫૦૦‘ સક્રિય કર્યો હતો; આ એક એવો એવિએશન ટ્રાન્સપોન્ડર કોડ છે જેનો ઉપયોગ વિમાનમાં ગેરકાયદેસર દખલગીરી સૂચવવા માટે થાય છે. જ્યારે વિમાન મુંબઈ ફ્લાઈટ ઈન્ફોર્મેશન રિજન માંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ કોડ સક્રિય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિમાનને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ‘સ્ક્વોક કોડ ૭૫૦૦‘ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સંકેત છે જે એર ટ્રાફિક કંટ્રોલને હાઈજેકિંગ સહિતની સંભવિત ગેરકાયદેસર દખલગીરીની ઘટના વિશે ચેતવણી આપે છે. આ કોડ સક્રિય થવાને કારણે જ વિમાનનો માર્ગ બદલવામાં આવ્યો અને ત્યારબાદ સુરક્ષા પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી.

