દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામને નોટિસ પાઠવી છે. અધિકારીઓએ બુધવારે (૧૪ ઓક્ટોબર) જણાવ્યું હતું કે તેમને તેમની સામેના જાતીય સતામણીના આરોપો અંગેની તપાસમાં જાેડાવા માટે કહેવામાં આવ્યું છે.
વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશને અકોઈજામના નિવાસસ્થાનની બહાર નોટિસ ચોંટાડી હતી, જેમાં તેમને પૂછપરછ માટે ગુરુવારે (૧૫ ઓક્ટોબર) પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૫(૩) હેઠળ જારી કરવામાં આવી હતી અને તેમાં તેમને તપાસમાં જાેડાઈને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
નોટિસમાં તેમને વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશને કોંગ્રેસ સાંસદના નિવાસસ્થાનની બહાર નોટિસ ચોંટાડી.
અકોઈજામ સામે હ્લૈંઇ નોંધાઈ
દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકસભામાં ઈનર મણિપુરનું પ્રતિનિધિત્વ કરતા અકોઈજામ સામે જાતીય સતામણી અને મહિલાની મર્યાદાનું અપમાન કરવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે ત્નદ્ગેંના ચીફ સિક્યુરિટી ઓફિસરની ફરિયાદ બાદ ૧૧ ઓક્ટોબરે વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૭૫, ૭૫(૧)(ૈ), ૭૫(૧)(ૈદૃ) અને ૭૯ હેઠળ નોંધવામાં આવ્યો છે, જે જાતીય સતામણી અને મહિલાની મર્યાદાનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવતા કૃત્યો તેમજ અન્ય ગુનાઓ સાથે સંબંધિત છે.
અહેવાલો અનુસાર, આ વર્ષે મે મહિનામાં ઓછામાં ઓછી ૧૧ વિદ્યાર્થિનીઓએ તેમની સામે જાતીય સતામણીની ફરિયાદો નોંધાવી હતી. ફરિયાદોમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ બેઠકો અથવા મેળાવડાના બહાને વિદ્યાર્થીઓને કેમ્પસમાં આવેલા તેમના નિવાસસ્થાને બોલાવતા હતા અને તેમનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરતા હતા. કેટલીક વિદ્યાર્થિનીઓએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેઓ વર્ગખંડમાં અશ્લીલ અને અયોગ્ય ટિપ્પણીઓ કરતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે.
જાતીય સતામણી બદલ ત્નદ્ગેંએ પ્રોફેસરને બરતરફ કર્યા
એક સત્તાવાર આદેશ મુજબ, ૯ ઓક્ટોબરે ત્નદ્ગેંએ પ્રોફેસર અકોઈજામ (જેઓ કોંગ્રેસના સાંસદ પણ છે)ને તેમની સામેની જાતીય સતામણીની ફરિયાદોને કારણે બરતરફ કર્યા હતા. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સિસ હેઠળના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ સોશિયલ સિસ્ટમ્સ‘માં ભણાવતા પ્રોફેસરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આંતરિક સમિતિએ પ્રોફેસર સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ કરી હતી અને તેના તારણોના આધારે કડક સજાની ભલામણ કરી હતી.
વાઈસ-ચાન્સેલર શાંતિશ્રી ડી. પંડિત દ્વારા હસ્તાક્ષરિત આદેશમાં જણાવાયું છે કે, “યોગ્ય પ્રક્રિયા અનુસર્યા બાદ, ઉપલબ્ધ તમામ તથ્યોને ધ્યાનમાં લઈને અને આંતરિક સમિતિના અહેવાલ મુજબ, યુનિવર્સિટીની સેવામાંથી બરતરફીની સજા લાદવામાં આવે છે.”
આ સજા લાદતી વખતે આદેશમાં સેવાના નિયમો અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (ક્લાસિફિકેશન, કંટ્રોલ એન્ડ અપીલ) રૂલ્સના નિયમ ૧૧(ૈટ)નો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

