National

કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે રૂ. ૨,૦૦૯ કરોડના ૭૮ દિવસના ઉત્પાદકતા-આધારિત બોનસને મંજૂરી આપી

ભારતીય રેલવેના કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે બુધવારે રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, ૧૧,૪૦,૭૭૦ રેલવે કર્મચારીઓ માટે રૂ. ૨૦૦૯.૬૧ કરોડના ખર્ચે ૭૮ દિવસના ઁન્મ્ (પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ)ની ચુકવણીને મંજૂરી આપી છે.

પાત્ર રેલવે કર્મચારીઓને PLB ચુકવણી દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં કરવામાં આવે છે. આ વર્ષે પણ, લગભગ ૧૧.૪૦ લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસના વેતન જેટલી PLB રકમ ચૂકવવામાં આવી રહી છે.

PLB ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેના કામગીરીમાં સુધારો લાવવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

દરેક પાત્ર રેલવે કર્મચારી માટે ૭૮ દિવસ માટે ચૂકવવાપાત્ર મહત્તમ રકમ રૂ. ૧૭,૯૫૧ છે. આ રકમ રેલવે સ્ટાફની વિવિધ શ્રેણીઓ જેવી કે ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર્સ, ટેકનિશિયન્સ, ટેકનિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટિરિયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘ઝ્ર‘ સ્ટાફને ચૂકવવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫-૨૬માં રેલવેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું અને રેલવેએ ૧૬૭૦ મિલિયન ટન કાર્ગોનું રેકોર્ડ લોડિંગ કર્યું હતું તેમજ લગભગ ૭.૪૧ અબજ મુસાફરોનું વહન કર્યું હતું.