Sports

તાજેતરના ICC T20I રેન્કિંગમાં ટોચના ૪માં ૩ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ મેચોની શ્રેણીની શરૂઆતની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકાર્યા બાદ તાજેતરના ICC T20I બેટિંગ રેન્કિંગમાં કારકિર્દીના સવર્શ્રેષ્ઠ ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેના આ ઉછાળાથી સ્ટેન્ડિંગમાં ટોચના સ્થાને ભારતનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે, કારણ કે હવે ટોચના ચાર બેટ્સમેનોમાંથી ત્રણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

બેટિંગ રેન્કિંગમાં ઉપરના ક્રમો પર ભારતનું વર્ચસ્વ ઈશાન કિશન (પ્રથમ સ્થાન) અને અભિષેક શર્મા (બીજું સ્થાન) દ્વારા પણ સ્પષ્ટ થાય છે. શ્રીલંકા સામેના શાનદાર પ્રદર્શનને કારણે કારકિર્દીનું સવર્શ્રેષ્ઠ રેટિંગ મેળવનાર પાકિસ્તાનના કેપ્ટન સાહિબઝાદા ફરહાન ત્રીજા સ્થાને છે અને આ બે ભારતીય બેટ્સમેનો તથા અય્યર વચ્ચે સ્થાન ધરાવે છે.

અન્ય ઘણા ખેલાડીઓએ પણ તાજેતરના ્૨૦ૈં રેન્કિંગમાં પ્રગતિ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શેરફેન રધરફોર્ડે ૧૩ સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે ૨૪મું સ્થાન મેળવ્યું, જ્યારે શ્રીલંકાના કુસલ મેન્ડિસ ત્રણ સ્થાનના સુધારા સાથે ૨૩મા ક્રમે પહોંચ્યા. ભારતના સંજુ સેમસન ચાર સ્થાન ઉપર આવીને સંયુક્ત રીતે ૨૭મા ક્રમે પહોંચ્યા. પાકિસ્તાનના માઝ સદાકતે સૌથી મોટી પ્રગતિ નોંધાવી હતી; શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણી બાદ ટોચના ૧૦૦ની બહારથી સીધા ૪૫મા સ્થાને પહોંચીને તેણે નોંધપાત્ર છલાંગ લગાવી હતી.

બોલિંગ અને ઓલ-રાઉન્ડર રેન્કિંગમાં પણ નોંધપાત્ર ફેરફારો જાેવા મળ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ઓલ-રાઉન્ડર રોસ્ટન ચેઝ ્૨૦ૈં બોલરોમાં ૨૪ સ્થાનની પ્રગતિ સાથે ૨૩મા ક્રમે અને ઓલ-રાઉન્ડરોમાં બે સ્થાનના સુધારા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યા. પાકિસ્તાનના સલમાન મિર્ઝા બોલિંગ રેન્કિંગમાં ૧૪મા સ્થાને પહોંચ્યા, જ્યારે તેમના સાથી ખેલાડી સાઈમ અયુબ આઠ સ્થાન ઉપર આવીને ૫૪મા ક્રમે પહોંચ્યા.

ટેસ્ટ રેન્કિંગમાં મેથ્યુ રેનશોને ફાયદો

ડરબનના કિંગ્સમીડ ખાતે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ૨૧૪ રનથી વિજય મેળવ્યા બાદ ટેસ્ટ રેન્કિંગમાં પણ ફેરફારો નોંધાયા હતા. ‘પ્લેયર ઓફ ધ મેચ‘નો ખિતાબ જીત્યા બાદ મેથ્યુ રેનશોને સૌથી વધુ ફાયદો થયો હતો.

આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પ્રથમ દાવમાં ૧૯૦ અને બીજા દાવમાં ૮૨ રન બનાવ્યા હતા, જેનાથી તે ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ટોચના ૧૦૦ની બહારથી સીધા સંયુક્ત રીતે ૪૯મા સ્થાને પહોંચી ગયો હતો. માર્નસ લાબુશેન ચાર સ્થાનની છલાંગ લગાવીને ૩૪મા ક્રમે પહોંચ્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાના એઇડન માર્કરામ સંયુક્ત રીતે ૧૦મા ક્રમે આગળ વધ્યા.

ટેસ્ટ ઓલ-રાઉન્ડર રેન્કિંગમાં, ભારતના રવિન્દ્ર જાડેજાએ મજબૂત સરસાઈ જાળવી રાખી છે. દક્ષિણ આફ્રિકાના વિઆન મુલ્ડર ચોથા સ્થાને પહોંચ્યા અને સાયમન હાર્મર પાંચ સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે ૨૩મા ક્રમે આવ્યા.