Gujarat

વીરપુર તળાવમાં પાણી ભરાતા ખેડૂતોને હોડીથી ખેતરે જવું પડે

જેસર તાલુકાના વીરપુર ગામમાં ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવામાં લાંબા સમયથી મુશ્કેલી પડી રહી છે. વીરપુર ટીબેટી તળાવમાં પાણી ભરાઈ જતાં ખેતરો સુધી જવાનો રસ્તો બંધ થઈ જાય છે.

આ કારણે ખેડૂતોને ખેતીકામ માટે તળાવ પાર કરવા હોડીનો સહારો લેવો પડે છે. દર વર્ષે સાત મહિનાથી પણ વધુ સમય સુધી ખેડૂતો આ રીતે તળાવ પાર કરીને ખેતરો સુધી પહોંચે છે.

ખેતીકામ માટે વારંવાર તળાવ પાર કરવાની ફરજ પડતી હોવાથી તેમનો સમય અને શ્રમ બંને વેડફાય છે. માત્ર ખેડૂતો જ નહીં, તળાવના સામા કાંઠે રહેતા આશરે 10 પરિવારોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.