National

‘મત બચાવો, દેશ બચાવો‘: INDIA ગઠબંધનની ૧લી નવેમ્બરની મહા રેલી માટે રાહુલ ગાંધીનું આહ્વાન

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ કથિત ‘મત ચોરી‘ મુદ્દે કેન્દ્ર સરકાર પર ફરી પ્રહાર કર્યા છે. તેમણે તમામ લોકોને, ખાસ કરીને યુવાનોને, ભારતમાં ‘લોકશાહી બચાવવા‘ માટે ૧લી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઈન્ડિયા‘ ગઠબંધન દ્વારા આયોજિત મેગા રેલીમાં જાેડાવા આહ્વાન કર્યું છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના સહયોગી પક્ષોનો આભાર માન્યો કે તેમણે આ કૂચનો ‘ઉત્સાહપૂર્વક‘ પ્રચાર કર્યો અને ખાતરી કરી કે લોકો તેના વિશે જાણી શકે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ‘ઠ‘ (અગાઉનું ટ્વિટર) પર હિન્દીમાં એક પોસ્ટમાં કહ્યું, “આપણા મતોની ચોરી થઈ રહી છે અને આપણે કોઈપણ સંજાેગોમાં તેને મૂંગા રહીને સહન કરીશું નહીં.”

તેમણે વધુમાં કહ્યું, “મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવ્યા છે. નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને જેમણે પ્રશ્નો ઉઠાવ્યા, તેમને લાઠીઓનો સામનો કરવો પડ્યો. હવે દેશ જવાબ આપશે. ૧લી નવેમ્બર: ચાલો દિલ્હી! મત બચાવો, દેશ બચાવો: જન કૂચ અને મેગા રેલી. વિદ્યાર્થીઓ, ખેડૂતો, કામદારો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓ — જેમને લોકશાહીની ચિંતા છે તે દરેક વ્યક્તિએ આમાં સામેલ થવું જાેઈએ. મત તમારો છે. લડાઈ પણ તમારી જ છે.”

‘ઈન્ડિયા‘ ગઠબંધનની ૧લી નવેમ્બરની મેગા રેલી

‘ઈન્ડિયા‘ ગઠબંધને ૧લી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મેગા રેલીનું આયોજન કર્યું છે. વિરોધ પક્ષના નેતાઓના મતે, આ રેલી ‘દિલ્હી ચલો‘ કૂચનું પરાકાષ્ઠા સ્વરૂપ છે, જે કથિત ‘મત ચોરી‘ અને ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) દ્વારા મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન‘ (જીૈંઇ) પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓના વિરોધમાં યોજાઈ રહી છે.

‘ઈન્ડિયા‘ ગઠબંધનનું નેતૃત્વ કરતી કોંગ્રેસે દાવો કર્યો છે કે આ રેલીમાં ઓછામાં ઓછા એક લાખ લોકો ભાગ લેશે. કોંગ્રેસના મતે, આ રેલી કેન્દ્ર સરકારને એક મજબૂત સંદેશ આપશે, જે કથિત રીતે દેશમાં લોકશાહીને ‘ખતમ‘ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ, ભાજપે આ કૂચને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેટલાક વેપારી સંગઠનોએ કોંગ્રેસને પત્ર લખીને આ કૂચ રદ કરવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી તેમના વ્યવસાય પર અસર પડી શકે છે. ભાજપે એવો પણ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ૧લી નવેમ્બરે જે કૂચ યોજી રહી છે, તેનો ઉદ્દેશ્ય ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવાનો છે.