Gujarat

પોરબંદર, દ્વારકા અને જામનગરમાં 70 ટકાથી ઓછો વરસાદ ચિંતાનો વિષય

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA – સીયા) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મગફળીના પાકની સ્થિતિનો તાગ મેળવવા 16 મો વાર્ષિક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ સર્વે અંતર્ગત કેશોદના સોંદરડા ભોલે સીડ્સ ઇન્ડસ્ટ્રિઝ ખાતે એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. બી. વી. મહેતાએ શહેરના ઉદ્યોગકારોની મુલાકાત દરમ્યાન પાકની વર્તમાન સ્થિતિ અને ઉત્પાદનને લઈને મહત્વપૂર્ણ વાતો કરી હતી.

તેમણે વેપારીઓને ચાલું વર્ષે રાજ્યમાં 23 ટકા વરસાદની ઘટ છે છતાં ધારણા કરતાં પરિસ્થિતિ સાનુકૂળ હોવાનું કહી સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જે મોટો ડર હતો કે પાકને ભારે નુકસાન થશે એટલી ગંભીર અસર વર્તમાન1 સ્થિતિ જોવા મળતી ન હોવાનું કહી કેશોદ અને જૂનાગઢ આસપાસના વાવેતર વિસ્તાર ગત વર્ષ જેટલો જ છે અને ઉત્પાદન ગયા વર્ષ કરતાં પણ વધુ સારૂ આવવાની શક્યતા દર્શાવી હતી.

જયારે રાજ્યના પોરબંદર, દ્વારકા અને જામનગર મળી 3 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની અછત છે. તેમણે જણાવ્યું કે, અમારી મુખ્ય ચિંતા પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને લઈને છે કે જ્યાં 70 ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.