Gujarat

સરકારી પડતર જમીન પરથી દબાણ હટાવવાની પ્રક્રિયા સરળ બનશે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યમાં જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પર થયેલાં દબાણો દૂર કરવા માટે માપણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

26 ઓક્ટોબર, 2026ના રોજ મંજૂર થયેલા આ પરિપત્રમાં દબાણ હટાવવાની કામગીરી માટે માપણીની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ફી વિના માપણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના પરિપત્ર અનુસાર, જાહેર રસ્તા પરનાં દબાણો તેમજ સરકારી પડતર અને ગૌચર જમીન પરનાં દબાણો દૂર કરવા માટેની માપણી પ્રક્રિયા સર્વોચ્ચ અગ્રતા ધોરણે હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે સંબંધિત તંત્રને ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

માપણી માટે ફી લેવામાં નહીં આવે પરિપત્રમાં જણાવ્યા મુજબ, જાહેર રસ્તા, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા માટેની માપણી પ્રક્રિયા વિનામૂલ્યે હાથ ધરવામાં આવશે. આથી સરકારી જમીનો પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને વેગ મળવાની શક્યતા છે.