રાજકોટમાં યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં પ્રદર્શનના આધારે જામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી થઈ છે.ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં જામનગરની ડી.કે.વી. કોલેજના સ્વપ્નનીલ સિંઘ અને હરિયા કોલેજના હેત પંડ્યાનો સમાવેશ થાય છે.

બંને ખેલાડીઓ આગામી સમયમાં મહારાષ્ટ્રના કર્ણાવતી ખાતે યોજાનારી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.જામનગર ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છા આપી.

