Gujarat

રાષ્ટ્રીય એકતાને વધુ મજબુત બનાવવા સંકલ્પ લેવાયો

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે વિરમગામ તાલુકા વહીવટી તંત્ર, વિરમગામ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા એકતા દિવસ કાર્યક્રમ યોજાયો હતો. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ નિમિત્તે વિરમગામ તાલુકા વહીવટી તંત્ર, વિરમગામ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા શહેરના SBI બેંક પાસે આવેલા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે સાંજે 5 વાગ્યે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ ને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં વિરમગામ મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસર મંટીલ પટેલ, વિરમગામ ટાઉન પી.આઇ. સંજય એ. ગઢવી, રૂરલ પીઆઈ એસ.એસ. ચૌધરી,અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદિપસિંહ ડોડીયા, ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.