National

દિવાળી પહેલા કર્નાટકની સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો માર!!

કર્ણાટકમાં બસની મુસાફરી મોંઘી થઈ કારણ કે રાજ્યએ ભાડામાં ૯ રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

પરિવહન મંત્રી બાયરાથી સુરેશે બુધવારે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ચાર રાજ્ય નિગમોની બસના ભાડામાં ૯ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સુધારેલા બસ ભાડા બુધવારે મધ્યરાત્રિથી અમલમાં આવશે. બેંગલુરુમાં મ્સ્ઝ્ર બસોનું લઘુત્તમ ભાડું ૬ રૂપિયાથી વધીને ૧૦ રૂપિયા થશે, જ્યારે મહત્તમ ભાડું ૩૫ રૂપિયાથી વધીને ૪૫ રૂપિયા થશે.

‘છઝ્ર વજ્ર‘ બસોનું મહત્તમ ભાડું ૭૫ રૂપિયાથી વધીને ૯૦ રૂપિયા થશે, જ્યારે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીની ‘વાયુ વજ્ર‘ સેવાઓનું ભાડું ૪૦૫ રૂપિયાથી વધીને ૪૨૫ રૂપિયા સુધી પહોંચશે. સુરેશે કહ્યું, “તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારોએ પણ બસ ભાડામાં વધારો કર્યો છે, તેથી અમે પણ બસ ભાડામાં વધારો કરી રહ્યા છીએ.” ગયા વર્ષે કર્ણાટકમાં બસ ભાડામાં ૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

બેંગલુરુ મેટ્રોના ભાડામાં પણ વધારો થવાની શક્યતા

બેંગલુરુમાં મેટ્રોના ભાડામાં વધુ ફેરફારો જાેવા મળી શકે છે, જેનો ઉલ્લેખ ફેઝ ૩છ માટેના સુધારેલા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડ્ઢઁઇ)માં કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ ડ્ઢઁઇમાં દર ત્રણ વર્ષે ભાડામાં ૧૨ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ગયા વર્ષે, બેંગલુરુમાં મેટ્રોના ભાડામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો; જેમાં ન્યૂનતમ ટિકિટની કિંમત ૧૦ રૂપિયાથી વધીને ૧૧ રૂપિયા થઈ હતી, જ્યારે મહત્તમ ભાડું ૯૦ રૂપિયાથી વધીને ૯૫ રૂપિયા થયું હતું.

બેંગલુરુ મેટ્રોનું વર્તમાન ભાડું-
ભાડા ઝોન અંતર (કિમી) ભાડું
હ્લ૧ ૦-૨ ૧૧.૦૦
હ્લ૨ ૨-૪ ૨૧.૦૦
હ્લ૩ ૪-૬ ૩૨.૦૦
હ્લ૪ ૬-૮ ૪૨.૦૦
હ્લ૫ ૮-૧૦ ૫૩.૦૦
હ્લ૬ ૧૦-૧૫ ૬૩.૦૦
હ્લ૭ ૧૫-૨૦ ૭૪.૦૦
હ્લ૮ ૨૦-૨૫ ૮૪.૦૦
હ્લ૯ ૨૫-૩૦ ૯૫.૦૦
હ્લ૧૦ |૩૦ ૯૫.૦૦
મ્સ્ઇઝ્રન્ (બેંગલુરુ મેટ્રો) માં મુસાફરો માટે રાહતો
પીક અવર્સ (વધુ ભીડવાળા સમય) દરમિયાન ૫% ડિસ્કાઉન્ટ
નોન-પીક અવર્સ (ઓછી ભીડવાળા સમય) દરમિયાન ૧૦% ડિસ્કાઉન્ટ
રવિવારે અને ત્રણ નિર્ધારિત રાષ્ટ્રીય રજાઓના દિવસે ૧૦% ડિસ્કાઉન્ટ
વાર્ષિક ૫% નો વધારો ટૂરિસ્ટ કાર્ડ્સ અને ગ્રુપ ટિકિટો પર પણ લાગુ થશે.