જૂનાગઢ મનપા દ્વારા જોશીપરા માઈક્રો શોપિંગ સેન્ટરની 52 દુકાનો ફાળવવા માટે ડ્રો યોજવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ ઘણી અલગ છે. વર્ષ 2015 – 16માં રસ્તો પહોળો કરવાના નામે ગરીબ અને મધ્યમ વર્ગના દુકાનદારોની રોજીરોટી છીનવીને તેમની દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ત્યારથી લઈને આજદિન સુધી આ દુકાનદારો વૈકલ્પિક વ્યવસ્થા માટે ધક્કા ખાઈ રહ્યા છે.વર્ષ 2004થી ચાલતા આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે.
માત્ર ડ્રો યોજવાથી વેપારીઓના ઘર નહીં ચાલે, કારણ કે હજુ સુધી નિયમાનુસાર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો નથી. માત્ર નેતાઓની ઉપસ્થિતિમાં ફોટોશૂટ અને વાહવાહી મેળવવા આવી છે. જો વહેલી તકે દુકાનદારોને પ્રત્યક્ષ કબજો સોંપવામાં નહીં આવે, તો સ્થાનિક વેપારીઓ દ્વારા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

