રાજકોટના પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં મેડિકલ સ્ટોરમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કેશીયર તરીકે ફરજ બજાવતી ખુશી પરમાર નામની મહિલાએ પોતાના મિત્રએ આપેલ શીખ મુજબ 302 દર્દીની દવા પરત આવી હોવાના ખોટા બીલો બનાવી રૂપિયા 1.77 લાખ ઓડવી લીધા હતા. જો કે, ટ્રસ્ટને જાણ થતા તેમને નોકરીમાંથી કાઢી દેવામાં આવતા ચેક આપી બાહેંધરી પત્ર આપ્યું હતું . ચેક રિટર્ન થતા રોકડ 75,000 રૂપિયા જમા કરાવી બાકીના 1.02 લાખ રૂપિયા પરત ન આપતાં ટ્રસ્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે કેશીયર મહિલા ખુશી પરમાર અને તેનો મિત્ર કરણ જાદવ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દવાના રીટન બીલ બનાવી ખોટી એન્ટ્રીઓ કરી ફરિયાદી સંદીપ રણજીતભાઈ ડોડીયાએ જણાવ્યું કે, હું પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટમાં ટૂસ્ટી તરીકે છેલ્લા સાત વર્ષથી માનદ સેવા આપુ છું. ગત 15.03.2026ના રોજ શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટમા ખુશી તેમજ તેના પતિ પ્રતિક પરમાર કોમ્પુટર કમ કેશીયર તરીકે નોકરી પર લાગ્યા હતા.
ખુશી પરમાર નોકરી દરમિયાન કંઈક પોતાના ખિસ્સામાં નાખતા હોય તેવુ જણાતા અમે મેડિકલ સ્ટોરના કેમેરા ચેક કરતા તેઓ દવા પરત આવી ન હોવા છતા દવાના પૈસા લઈને પોતાના ખિસ્સામાં નાખતા હોવાનું જોવા મળ્યું હતું. આ બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, હા હું મારી નોકરી દરમ્યાન મેડિકલ સ્ટોરના કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે દર્દીએ દવા રિટન કરી નથી, તેઓના દવાના રિટન બીલ બનાવી ખોટી એન્ટ્રીઓ કરી આ દવા રિટન બીલના જે રૂપિયા થતા હતા તે પોતે તેના મિત્ર કરણ જાદવને આપતી હતી. આવુ કરવા માટે કરણ જ શીખડાવતો હતો.

