જામનગર જિલ્લામાં “No Drugs In Jamnagar” અભિયાન હેઠળ એન્ટી નાર્કોટીક્સ વિંગ (ANW)એ મોટી ખાવડી ગામમાંથી 736 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ગાંજાની કિંમત ₹36,800 છે. પોલીસે કુલ ₹72,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા શખ્સની ઓળખ સિક્કાના ઈમ્તિયાઝ આમદભાઈ મુલા (ઉંમર 29) તરીકે થઈ છે. તેની પાસેથી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને મોટરસાયકલ મળી આવ્યા હતા.
આ મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ થઈ હતી. ANWના PI ડી.બી. પટેલ અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.

